ભારત, યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર ફરીથી વાટાઘાટો
ભારત, યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર ફરીથી વાટાઘાટો
Blog Article
ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) માટે આઠ મહિના પછી ફરી વાટાઘાટાનો 24 ફેબ્રુઆરી પ્રારંભ થયો હતો. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ જોનાથન રેનોલ્ડ્સ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે ભારત આવી પહોંચ્યા હતાં. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બધા વિકલ્પો વિચારણા હેઠળ છે. અમે ત્રણ અલગ-અલગ પાસાઓ પર સક્રિય વાટાઘાટોમાં છીએ, જેમાં FTA, દ્વિપક્ષીય રોકાણ સંધિ અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન એગ્રીમેન્ટ. અને ત્રણેય સમાંતર અને એકબીજા સાથે જોડાયેલા છે. રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ભારત વધુને વધુ અસ્થિર અને બહુધ્રુવીય વિશ્વમાં યુકે માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે.
ભારત-યુકે FTA વાટાઘાટો 13 જાન્યુઆરી, 2022એ શરૂ કરાઈ હતી. ડિસેમ્બર 2023 સુધી વાટાઘાટોના કુલ 13 રાઉન્ડ યોજાયા છે. 10 જાન્યુઆરી, 2024એ શરૂ થયેલા 14 રાઉન્ડની વાટાઘાટો હજુ ચાલુ છે.
ભારતીય ઉદ્યોગ યુકેના માર્કેટમાં IT અને હેલ્થકેર જેવા ક્ષેત્રોના તેના કુશળ વ્યાવસાયિકો માટે વધુ ઍક્સેસની માંગ કરી રહ્યો છે. આ ઉપરાંત શૂન્ય કસ્ટમ ડ્યુટી પર ઘણા માલસામાન માટે બજાર ઍક્સેસની માંગ કરી રહી છે.બીજી તરફ, યુકે સ્કોચ વ્હિસ્કી, ઇલેક્ટ્રિક વાહનો, ઘેટાંના માંસ, ચોકલેટ્સ અને અમુક કન્ફેક્શનરી આઇટમ્સ જેવા માલ પરની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે.બ્રિટન ભારતીય બજારોમાં બેન્કિંગ અને વીમા સહિત ટેલિકોમ્યુનિકેશન, કાનૂની અને નાણાકીય સેવાઓ જેવા સેગમેન્ટમાં વધુ તકો ઇચ્છે છે.
કરારમાં 26 ચેપ્ટર છે, જેમાં ગૂડ્સ, સેવાઓ, રોકાણ અને બૌદ્ધિક સંપદા અધિકારોનો સમાવેશ થાય છે.ઇકોનોમિક થિંક ટેન્ક GTRI અનુસાર, ટેક્સટાઇલ, એપેરલ (શર્ટ, ટ્રાઉઝર, મહિલાઓના ડ્રેસ, બેડ લેનિન), ફૂટવેર, કાર્પેટ, કાર, મરીન પ્રોડક્ટ્સ, દ્રાક્ષ અને કેરી સહિતની વસ્તુઓને આ કરારથી ફાયદો થશે કારણ કે આ પ્રોડક્ટ્સ પર યુકેમાં પ્રમાણમાં ઓછાથી મધ્યમ ટેરિફનો સામનો કરે છે. ભારત દ્વારા મોટાભાગની બ્રિટિશ પ્રોડક્ટ્સ પર ઊંચી ટેરિફ દૂર કર્યા પછી તરત જ યુકેના નિકાસકારોને ફાયદો થશે.ઉદાહરણ તરીકે, કાર પર ટેરિફ 100 ટકા છે અને સ્કોચ વ્હિસ્કી અને વાઇન્સ પર તે 150 ટકા છે. યુકેમાંથી આયાત થતા માલ પર ભારતમાં સરેરાશ ટેરિફ 14.6 ટકા છે.